HomeMorbiમોરબીમાં સાસરિયાના ત્રાસનો કરુણ અંત ;પરિણીતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું, પતિ-દિયર-નણંદ સામે...
મોરબીમાં સાસરિયાના ત્રાસનો કરુણ અંત ;પરિણીતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું, પતિ-દિયર-નણંદ સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકાના રંગપર ગામમાં સાસરિયા પક્ષના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી 26 વર્ષીય પરિણીતાએ એસિડ પી આત્મઘાતી પગલું ભરતાં સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ, દિયર અને નણંદ સામે આપઘાત માટે દુષ્પ્રેરણ સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના ચૂર ગામના રહેવાસી અને હાલ રાજકોટ ખાતે રહેતા અને નોકરી કરતા ૨૨ વર્ષીય શક્તિસિંહ બચુભા જાડેજાએ આરોપી હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર, પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા રાજદિપસિહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન ભક્તિબાને તેના નણંદ આરોપી હર્ષાબા ઝાલા રહે.સુરેન્દ્રનગર તથા આરોપી તેના પતી રાજદિપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા તેના દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ લગ્ન બાદથી તે મરણ ગયેલ ત્યા સુધી તેને શારીરીક, માનસીક ત્રાસ આપી અને આરોપી નણંદ હર્ષાબાની ચડામણીથી આરોપી તેના પતિ તથા દિયર દ્વારા દારૂ પીને અસહ્ય મારકુટ કરી ત્રાસ ગુજારી જે ત્રાસના કારણે અવાર નવાર ફરીયાદિના બહેનને ઘરથી બહાર કાઢી મુકી અને છેલ્લે ભક્તિબાથી આ ત્રાસ સહન ન થતા તેણે જાતેથી એસીડ પી આપઘાત કરી લિધેલ હોય જે આપઘાતના માટે ત્રણેય આરોપીઓએ એકબી જાની મદદગારીથી દુત્પ્રેરણ કરી મરણજનારને મરવા મજબુર કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.