HomeMorbiલગ્નના નામે લાખોની છેતરપિંડી: મોરબીમાં નવવધૂ આઠમા જ દિવસે થઈ રફુચક્કર

લગ્નના નામે લાખોની છેતરપિંડી: મોરબીમાં નવવધૂ આઠમા જ દિવસે થઈ રફુચક્કર

મોરબી શહેરમાં લગ્નના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન કરાવી આપવાના બહાને એક લાખ રૂપિયા વસૂલ્યા બાદ નવવધૂ લગ્નના માત્ર આઠ દિવસમાં જ ઘરમાં કોઈને જાણ કર્યા વિના ફરાર થઈ જતાં પીડિતે બે મહિલાઓ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલી સિંધી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૪૭ વર્ષીય અશોકભાઈ મુળચંદભાઈ અડવાણીએ આરોપી પ્રિતિબેન કેવલરામ વાઘવાણી રહે. એ-૨૦૨, રોયલ રીજોઇસ-૨, શીપ બંગ લો, બીલાસીયા ચોકડી પાસે, અમદાવાદ તથા નિશા રામ ચંદ્ર હેમલાની રહે. ૨-સા-૧૨, ફસ્ટ પુલીયા, ચોપાસની હાઉ સીંગ બોર્ડ, જોધપુર (રાજસ્થાન) હાલ-અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પ્રિતીબેન વાઘવાણી સીંધી રહે. અમદાવાદ વાળીએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી રૂ.-૧,૦૦,૦૦૦/- લઈ આરોપી નિશાબેન હેમલાની સાથે ફરીયાદીના લગ્ન કરાવી આરોપી નિશા ફરીયાદીના ઘરે માત્ર આઠ-નવ દિવસ રોકાયા બાદ કોઈને કહ્યા વગર તેની રીતે જતી રહેલ હોય આમ બંને આરોપીઓએ એક-બીજા સાથે મળી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular