HomeMorbiખાખરેચીમાં ફોન પરની બોલાચાલી બની મારામારીનું કારણ, ભાઈ-બહેન પર લાકડીઓથી હુમલાની ફરિયાદ
ખાખરેચીમાં ફોન પરની બોલાચાલી બની મારામારીનું કારણ, ભાઈ-બહેન પર લાકડીઓથી હુમલાની ફરિયાદ
માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ફોન પર થયેલી નજીવી બોલાચાલી બાદ અદાવત રાખી એક જ પરિવારના ત્રણ શખ્સોએ ભાઈ-બહેન પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનાને લઈને માળિયા મિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા અને મજૂરીનું કામ કરતા ૩૪ વર્ષીય રાજુભાઈ બાબુભાઈ રાઠોડએ તેમના જ ગામના આરોપી ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ રાઠોડ, તથા સતીષ ધનજીભાઈ રાઠોડ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આ આરોપી ધનજીભાઈએ ફરીયાદીને ફોન કરતા બંને વચ્ચે બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઘર બહાર બોલાવી ફરીયાદી આવતા આરોપીઓએ ફરીયાદીના ગાલ ઉપર પાંચ છ ઝાપટ મારતા વચ્ચે ફરીયાદીના બહેન સોનુબેન આવતા આરોપીઓએ સોનુબેનને વાળા પકડી નીચે પછાડી બંને બહેન ભાઈને લાકડીના ધોકા વડે મારમારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.