HomeMorbiઆંદરણામાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનના કબાટ તોડી રૂ. 7.36 લાખના દાગીના-રોકડની ચોરી

આંદરણામાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનના કબાટ તોડી રૂ. 7.36 લાખના દાગીના-રોકડની ચોરી

મોરબી તાલુકાના આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઘડિયાળ સહિત રૂ. 7.36 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના આંદરણા ગામે રહેતા અને લુહારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૫૦ વર્ષીય કમલેશભાઇ મેરામણભાઇ બોરાણાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના બંધ રહેણાંક મકાનમાં મોડી રાતના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી, તાડુ બહાર કાઢી ગુપ્ત રીતે મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી મકાનના બન્ને રૂમના લોખંડના બંધ કબાટના લોક તોડી કબાટમાં રહેલ સોનાચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા તથા ઘડીયાળ નંગ-૧ મળી કુલ કી.રૂ. ૭,૩૬,૯૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular