HomeMorbiહળવદ-સરા રોડ પર કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ: વાહનચાલકો માટે...

હળવદ-સરા રોડ પર કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ: વાહનચાલકો માટે કડિયાણા થઈને વૈકલ્પિક માર્ગ જાહેર

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદ થી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, પાણીના વહેણવાળા બંધ રસ્તા પર સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular