HomeMorbiમચ્છુ-2નું વધારાનું પાણી હવે અન્ય ડેમોને જીવનદાન: સિંચાઈ વિભાગની સરાહનીય પહેલ

મચ્છુ-2નું વધારાનું પાણી હવે અન્ય ડેમોને જીવનદાન: સિંચાઈ વિભાગની સરાહનીય પહેલ

મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈ વિભાગે પાણીના અસરકારક સંચાલન માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

મચ્છુ-2માંથી વધારાનું પાણી સીધું નદીમાં છોડવાને બદલે પાણીની અછત ધરાવતા ડેમો તરફ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ડેમી બંગાવડી, રાજકોટનો આજી-3, ખોડાપીપળ સહિતના ડેમોમાં પૂરતો વરસાદ ન પડતાં ત્યાં મચ્છુ-2નું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

સાંજે 7:00 વાગ્યાની સ્થિતિ મુજબ: મચ્છુ-2માં આવક: 1,875 ક્યુસેક, ગેટ દ્વારા નદીમાં જાવક: 1,295 ક્યુસેક (1 ગેટ 2 ફૂટ ખુલ્લો) પાણીની અછત ધરાવતા ડેમોમાં સપ્લાય: 580 ક્યુસેક

સિંચાઈ વિભાગની આ પહેલથી એક તરફ મચ્છુ-2નું વધારાનું પાણી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, તો બીજી તરફ પાણીની અછત ધરાવતા વિસ્તારોને પણ રાહત મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular