HomeMorbiમોરબીમાં પરિણિતાનો આક્ષેપ: પતિ સહિત ચાર સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ

મોરબીમાં પરિણિતાનો આક્ષેપ: પતિ સહિત ચાર સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ

મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતી પરિણિતાએ લગ્નજીવન દરમિયાન સતત શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરી પતિ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં હાલ પિયરે રહેતી ૩૧ વર્ષીય અમીરૂનબેન સદામહુસેન લૌલાડીયાએ આરોપી સદામહુસેન સલીમભાઈ લોલાડીયા, સલીમભાઈ ઉમરભાઈ લોલાડીયા, સઈદાબેન સલીમભાઈ લોલાડીયા રહે. ત્રણેય ભાટીયા સોસાયટી સુર્યમુખી હનુમાનજીની મંદી રવાળી શેરી ગોકુળ વાંકાનેર તથા સબનમબેન જાબીરભાઈ ધોણીયા રહે. બગદાદી હાઇટ્સમા મહેન્દ્રપરા મેઈન રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા નણંદ તમામે તેમના લગ્નજીવન દરમિયાન અવાર નવાર ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતોમા હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી પતિએ અવાર નવાર મારકુટ કરી તેમજ મનફાવે તેમ ગાળો આપી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular