HomeMorbiહળવદના જૂના અમરાપર ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ
હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ
સરકારના જનકલ્યાણકારી આયોજનો અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સહજતાથી પહોંચે તેવા ઉદ્દેશ સાથે હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી ગ્રામજનોને હિતકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતોને સાંભળ્યા હતા તથા સંબંધિત વિભાગના અધિકારીઓને તે પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક નિકાલ અર્થે જરૂરી સૂચનાઓ આપી હતી.