HomeMorbiટંકારામાં દારૂ પર પોલીસનો પ્રહાર: કલ્યાણપર રોડ પરથી 60 ચપલા વિદેશી દારૂ...
ટંકારામાં દારૂ પર પોલીસનો પ્રહાર: કલ્યાણપર રોડ પરથી 60 ચપલા વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપર રોડ પર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલના રસ્તેથી વિદેશી દારૂના 60 ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા કલ્યાણપર રોડ ઉપર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલના રસ્તે જાહેરમાં જાહેરમાં વિદેશી દારૂના ચપલા નંગ 60 કિંમત રૂપિયા 7200 ના મુદ્દામાલ સાથે આરોપી વિજય સિંહ વેલુભા જાડેજા રહે ગામ રસનાળ તાલુકો જોડીયા જિલ્લો જામનગર વાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.