HomeMorbiઘનશ્યામપુરમાં જુગાર પર પોલીસનો દરોડો: 3 શખ્સો ઝડપાયા, રૂ. 51 હજારથી વધુનો...

ઘનશ્યામપુરમાં જુગાર પર પોલીસનો દરોડો: 3 શખ્સો ઝડપાયા, રૂ. 51 હજારથી વધુનો મુદામાલ જપ્ત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેણાંક મકાનમાં ચાલી રહેલી જુગારની મહેફિલ પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રૂ.51,300 સાથે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આરોપી હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા રહે ગામ ધનશ્યામપુર તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઈસમો હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા રહે ગામ ઘનશ્યામપુર તા.હળવદ, વિજયસિંહ કરણસિંહ ઝાલા રહે ગામ કોયબા તા.હળવદ, સોમાભાઈ વાલાભાઈ સોલંકી રહે ગામ ઘનશ્યામપુર તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૫૧,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular