HomeMorbiભાગીદારીના બહાને રૂ. 1.13 કરોડનો ખેલ! મોરબીમાં ભંગારના ધંધામાં મસમોટી ઠગાઈનો ગુનો...
ભાગીદારીના બહાને રૂ. 1.13 કરોડનો ખેલ! મોરબીમાં ભંગારના ધંધામાં મસમોટી ઠગાઈનો ગુનો નોંધાયો
મોરબીમાં સ્ક્રેપના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી રૂ. 1.13 કરોડ પડાવી લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબી ના આલાપ પાર્ક શેરી નં -૧૧ રવપર રોડ પર રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૫૦ વર્ષીય સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયાએ આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપ પાર્ક મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ભંગારના કારખાનામા ભાગમા રાખવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે મળી એમ રૂપીયા ૧,૧૩, ૦૦,૦૦૦/- (એક કરોડા તેર લાખ લઇ રૂપીયા) ધંધાના બહાને ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીને ધંધામા ભાગીદાર નહી રાખી રૂપીયા. ૧,૧૩,૦૦,૦૦૦/- ફરીયાદિને પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.