HomeMorbiવાહનચોરો બચી ન શક્યા! વાંકાનેર પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલી બેને...

વાહનચોરો બચી ન શક્યા! વાંકાનેર પોલીસે ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલી બેને દબોચ્યા

વાંકાનેર સીટી પોલીસને વાહનચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. થોડા જ દિવસોમાં પોલીસે ચોરાયેલી ઇકો કારનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી કાર, મોબાઇલ સહિત કુલ રૂ. 3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, તા. 26 જુલાઈ, 2026ના રોજ દીગ્વિજયનગર (પેડક) સોસાયટી, જશદણ સિરામિક નજીક રહેતા મનસુખભાઈ પોપટભાઈ બોચીયાની માલિકીની સુઝુકી ઇકો કાર (નં. GJ-36-L-1975), અંદાજિત કિંમત રૂ. 3 લાખ, અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

ગુનાનો ભેદ ઉકેલવા માટે વાંકાનેર સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આસપાસના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસે રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર (રહે. દીગ્વિજયનગર, વાંકાનેર) અને જાવિદભાઈ ગફારભાઈ તરીયા (રહે. સિપાઈ શેરી, વાંકાનેર)ને ઢુવા નેશનલ હાઈવે બ્રિજ પાસેથી ઝડપી પાડ્યા હતા.

સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ દીગ્વિજયનગર વિસ્તારમાં પાર્ક કરાયેલી ઇકો કારની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલી ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 3,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 303(2) હેઠળ બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular