HomeMorbiમોરબીના મહેન્દ્રનગરમાં સુવિધાઓનો અભાવ: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ કમિશનરને રજૂઆત કરી 

મોરબીના મહેન્દ્રનગરમાં સુવિધાઓનો અભાવ: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ કમિશનરને રજૂઆત કરી 

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં મુસાફરો માટે પાકા બસ સ્ટેન્ડ શેડનો અભાવ અને ચોકડી પર સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

રજુઆત જણાવ્યું છે કે મહેન્દ્રનગર બસ સ્ટોપ ખાતે આજદિન સુધી મુસાફરો માટે કોઈ પાકું બસ સ્ટેન્ડ (શેડ) બનાવવામાં આવ્યું નથી. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને નોકરીયાત લોકો બસની રાહ જોતા તડકો, વરસાદ અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઊભા રહેવા મજબૂર બને છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વધુમાં, મહેન્દ્રનગર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે. અહીં વિશાળ ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને અકસ્માતોમાં ઘટાડો થશે.

મુખ્ય માંગો

1. મહેન્દ્રનગર બસ સ્ટોપ ખાતે તાત્કાલિક આધુનિક બસ સ્ટેન્ડ (શેડ)નું નિર્માણ કરવામાં આવે.

2. મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, લાઇટિંગ તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

૩. મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિકને અનુકૂળ મોટું અને સુઆયોજિત સર્કલ બનાવવામાં આવે.

4. જનહિતના આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

RELATED ARTICLES

Most Popular