HomeMorbiમકનસરમાં ગાળ આપવા મુદ્દે લોહીયાળ બબાલ: પૂછપરછ કરવા ગયેલા યુવક પર છરીથી...
મકનસરમાં ગાળ આપવા મુદ્દે લોહીયાળ બબાલ: પૂછપરછ કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો
મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ગામે ભાઈને અપાયેલી ગાળો અંગે પૂછવા ગયેલા વેપારી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં અન્ય એક ગ્રામજન પણ ઇજાગ્રસ્ત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહીને અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૯ વર્ષીય પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમારએ આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા રહે. પ્રેમજીનગર મકનસર મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાહેદ ધર્મે ન્દ્રભાઇ ને આરોપી ગાળો આપતો હોય જેને ફરીયાદી પુછવા જતા આરોપીએ ઉશ્કેરાય જઈને ફરીયાદીને ડાબી બાજુ ખંભા બગલના ભાગે બે છરી જેવા હથીયારથી ઘા મારતા ટાકા આવતા તથા સાથી ગોરધનભાઈ કોળીને પણ આ આરોપીએ છરી જેવા ધારદાર હથીયારથી હાથના ભાગે ઈજા કરી ફરીયાદી તથા સાથીને ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.