HomeMorbiમોરબીમાં જૂની અદાવત લોહિયાળ બની: યુવક પર લોખંડના પાઇપ અને ઘણ વડે...
મોરબીમાં જૂની અદાવત લોહિયાળ બની: યુવક પર લોખંડના પાઇપ અને ઘણ વડે જીવલેણ હુમલો
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં પાંચ-છ વર્ષ જૂની અદાવત ફરી ભડકી ઉઠી હતી. ત્રણ શખ્સોએ યુવકને ઘેરી લોખંડના ઘણ અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મનીષ વિદ્યાલય સામે સુમતીનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જલાભાઈ દેવસુરે (ઉ.વ.૨૮) આરોપી સલીમ ઉર્ફે સલો, બાબુ સંધી, મકબુલ સંધિ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીને આરોપીઓ સાથે આજથી પાંચ-છ વર્ષ પેહલા ઝગડો થયેલ હોય તે બાબતે ફરીયાદીએ પોલીસ ફરીયાદ કરેલ છે અને બે દીવસ પેહલા ફરીયાદીને આરોપી ભેગા થઇ જતા એક-બીજા સામે જોતા કાતરુ મારેલ અને ફરીયાદીને આરોપીઓ રસ્તા ઉપર ભેગા થઈ જતા લોખંડાના ઘણ તથા પાઈપ વતી ફરીયાદીને જમણા પગે તથા ડાબા પગે તથા ખંભાના ભાગે મારમારેલ જેમા જમણા પગે ફેકચર જેવી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.