HomeMorbiએક વર્ષથી પોલીસને ચકમો આપતો પ્રોહીબીશનનો આરોપી આખરે SOGના હાથે ઝડપાયો

એક વર્ષથી પોલીસને ચકમો આપતો પ્રોહીબીશનનો આરોપી આખરે SOGના હાથે ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે થાનગઢ વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શામજી ઉર્ફે. વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉવ.૨૬) રહે.નળખંભા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળો થાનગઢ પીપરા વાળી વિસ્તારમા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફને થાનગઢ પીપરા વાળા ચોક ખાતેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular