HomeMorbiટંકારાના સરાયા ગામમાં બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ. 1.72 લાખના સોના-રોકડનો કર્યો હાથફેરો
ટંકારાના સરાયા ગામમાં બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ. 1.72 લાખના સોના-રોકડનો કર્યો હાથફેરો
ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં બેંક કર્મચારીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. ઘરમાંથી અંદાજે રૂ. 1.72 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા ૪૦ વર્ષીય લલીતભાઈ મોતીભાઈ ઢેઢીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રાત્રીના સાડા દશેક વાગ્યાથી તા.૦૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદીના રહેણાંક મકાનમાં રાત્રી દરમ્યાન ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા આશરે કિ.રૂ.૧,૫૭,૦૦૦/-ની તથા રોકડા રૂ. ૧૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૭૨,૦૦૦ /- ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.