HomeMorbiવાંકાનેરના રાતીદેવળીમાં કરિયાણાની દુકાને બોલાચાલી બાદ મારામારી, યુવક સહિત બે પર પાંચ...
વાંકાનેરના રાતીદેવળીમાં કરિયાણાની દુકાને બોલાચાલી બાદ મારામારી, યુવક સહિત બે પર પાંચ શખ્સોનો હુમલો
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે કરિયાણાની દુકાને થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા પાંચ શખ્સોએ યુવક અને તેના કૌટુંબિક ભાઈ પર લાકડીઓ અને પાઈપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા ૨૪ વર્ષીય ભરતભાઈ કાળુભાઈ વોરાએ તેમના જ ગામના આરોપી રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દીલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા, સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી રવજીભાઈની કરીયાણાની દુકાને કરીયાણ લેવા ગયેલ ત્યારે આરોપીને ફરીયાદીના પરીવાર સાથે વ્યવહાર ન હોય જે વાતનો ખાર રાખી આરોપીએ બનાવ સમયે બનાવ વાળી જગ્યાએ ફરીયાદીને કરીયાણુ લેવા નહી આવવાનુ જણાવી ફરીયાદીને બેફામ ગાળો આપી લાકડાના ધોકા વતી શરીરે મુઢમાર મારી તથા આરોપીઓએ પણ વારા ફરતી પાછળથી આવી ફરીયાદીને બેફામ ગાળો આપી હાથમા લાકડી તથા પાઇપ વતી ફરીયાદીને તથા સાથીને શરીરે મુઢ માર મારી મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.