HomeMorbiહળવદના ભલગામડામાં તસ્કરોનો ત્રાસ: મકાનમાંથી રૂ. 2.50 લાખની રોકડ-દાગીનાની ચોરી
હળવદના ભલગામડામાં તસ્કરોનો ત્રાસ: મકાનમાંથી રૂ. 2.50 લાખની રોકડ-દાગીનાની ચોરી
હળવદ તાલુકાના ભલગામડા ગામે મોડી રાત્રે તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી તિજોરી તોડી રૂ. 2.50 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને ખેતીકામ કરતા સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે રાત્રીના કોઇપણ સમયે ફરીયાદીના મકાનના રૂમમાં કોઇપણ રીતે પ્રવેશ કરી તેમાં રાખેલ લાકડાની તીજોરીનો દરવાજો કોઇપણ રીતે ખોલી તીજોરીમાં રાખેલ સોનાના દાગીનાઓ જેમાં સોનાનો હાર નંગ-૧, હાથમાં પહેરવાનુ લોકીટ નંગ-૧,ઓમ નંગ-૩ તથા વીંટી નંગ-૧ મળી જેનુ કુલ વજન આશરે ચારેક તોલા જેટલુ જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા ચાંદીના દાગીના જેમાં પગમાં પહેરવાની ઝાંઝરી એક જોડી, સાંકળા એક જોડી, કેડમાં પહેરવાનો જુડો-કંદોરો નંગ-૧ તથા નાના છોકરાની પગમાં પહેરવાના નાના સાંકળા તથા કડલીઓ જોડી નંગ ૭ મળી જે ચાંદીના દાગીનાઓ જેનુ આશરે વજન ૫૦૦ ગ્રામ જેટલુ જેની કિ.રૂ ૫૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૫૦,૦૦૦/- જેટલાના મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.