HomeMorbiમોરબી જિલ્લામાં ઈમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ: '૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ' માટે પોલીસ કર્મચારીઓની...

મોરબી જિલ્લામાં ઈમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ: ‘૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ’ માટે પોલીસ કર્મચારીઓની ખાસ તૈનાતી

મોરબી જિલ્લામાં નાગરિકોની સુવિધા અને કટોકટીના સમયમાં ત્વરિત સહાય પૂરી પાડવાના હેતુથી ચાલી રહેલા ‘૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ’ ની કામગીરીને વધુ સુચારૂ અને ઝડપી બનાવવા માટે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લાના કુલ ૧૩ જનરક્ષક વાહનો દ્વારા ૨૪ કલાક સતત સેવા સુનિશ્ચિત કરવામાં આવશે. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટની કામગીરી અને સંકલન માટે પો.સ.ઇ. (PSI) એમ.એસ. અંસારીની અટેચમેન્ટના ધોરણે ખાસ નિમણૂક કરવામાં આવી છે, જેથી ઈમરજન્સી કોલ્સનું યોગ્ય મોનિટરિંગ અને ઝડપી રિસ્પોન્સ સુનિશ્ચિત કરી શકાય.

જિલ્લામાં પોલીસ કર્મચારીઓના મહેકમની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને, મોરબી સીટી-એ, સીટી-બી, હળવદ, માળીયા(મીં) અને વાંકાનેર જેવા સ્થાનિક પોલીસ સ્ટેશનો તેમજ વિવિધ શાખાઓમાંથી પોલીસ કર્મચારીઓની ૧૧૨ જનરક્ષક વાહનો પર બે શિફ્ટમાં ફરજ સોંપવામાં આવી છે. દરેક વાહન પર ૨૪ કલાક નિરંતર કામગીરી ચાલુ રહે તે મુજબ શિફ્ટ વાઇઝ રોસ્ટર ગોઠવવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી મોરબી જિલ્લાની જનતાને કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં વધુ સુરક્ષિત, સુદ્રઢ અને ઝડપી ઈમરજન્સી પોલીસ સહાય ઉપલબ્ધ બનશે.

RELATED ARTICLES

Most Popular