HomeMorbiમોરબીમાં પતિને ઈન્સ્ટાગ્રામ મેસેજ વિશે પૂછતાં પરિણીતા પર અત્યાચાર: પતિ અને સાસુ...

મોરબીમાં પતિને ઈન્સ્ટાગ્રામ મેસેજ વિશે પૂછતાં પરિણીતા પર અત્યાચાર: પતિ અને સાસુ વિરુદ્ધ ફરીયાદ

મોરબીના શક્ત શનાળા વિસ્તારમાં ઈન્સ્ટાગ્રામ મેસેજ બાબતે પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને બેલ્ટ વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરિણીતાએ શારીરિક -માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પતિ અને સાસુ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિતાબેન પ્રકાશભાઈ સોલંકીએ આરોપી પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી તથા નંદુબેન છગનભાઈ સોલંકી રહે. બંને શક્ત શનાળા નવા પ્લોટ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીએ પોતના પતિના મોબાઇલમાં ઈસ્ટાગ્રામમાં મેસેજ કરેલ જે બાબતે પુછતા અરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદિને પટ્ટા (બેલ્ટ)વડે શરીરે મુઢ ઇજા તેમજ માંથાના ભાગે પટ્ટા બેલ્ટના બક્કલ વાગેલ તેમજ ટચલી આંગળીમાં નખ નીકળે ગયેલા જેવી ઇજા કરી તેમજ આરોપી નંદુબેનએ માં બેન સમી ગાળો આપી તેમજ આરોપીઓએ અવાર નવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular