HomeMorbiમોરબીના આનંદનગરમાં મકાન પર પોલીસની રેડ: જુગાર રમતા ૪ શોખીનો દબોચાયા
મોરબીના આનંદનગરમાં મકાન પર પોલીસની રેડ: જુગાર રમતા ૪ શોખીનો દબોચાયા
મોરબીના સામાકાંઠે આવેલા આનંદનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. મકાનમાલિક સહિતના જુગારીઓ પાસેથી પોલીસે રૂ. ૩૦,૧૦૦ની રોકડ રકમ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ આનંદનગરમાં શેરી નં -૦૧ મા રહેતા આરોપી ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઈસમો ઈન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે. આનંદનગર મોરબી, જગદિશભાઈ મોતીભાઈ નૈયા રહે. ગામ પીપડી માનસ સોસાયટી મેઇન શેરી મોરબી, યાશીનભાઈ રહિમભાઈ દલ રહે. વાવડી રોડ બાવલીયા પીરની દરગાહ પાસે મોરબી, ઉમેદભાઇ દાઉદભાઈ પઢીયાર રહે. ૧ વાવડી રોડ કારીયા સોસાયટી સોમૈયા સોસાયટીનીના બીજા ગેટ પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.