HomeMorbiમોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો

મોરબીમાં પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી એલસીબીના હાથે ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામા નાસતા ફરતા આરોપી ઇમરાન રાયબભાઈ જેડા રહે.નવાગામ તા.માળીયા મીંયાણા જી.મોરબી હાલે મોરબી ધકાવાળી મેલડી માતાજીના મંદિર પાસે જાહેર રોડ ઉપર ઉભો છે તેવી ચોકકસ બાતમી મળતા જે આધારે તપાસ કરતા પ્રોહીના ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને BNSS સને ૨૦૨૩ અધિનિયમની કલમ ૩૫(૧)(બી)(H)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલિસ સ્ટેશનને સોપી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular