HomeMorbiસંસદમાં સંતોના અપમાનના વિરોધમાં મોરબીમાં સનાતન સંત સમાજ દ્વારા યોજાશે વિશાળ રેલી:...

સંસદમાં સંતોના અપમાનના વિરોધમાં મોરબીમાં સનાતન સંત સમાજ દ્વારા યોજાશે વિશાળ રેલી: કલેક્ટરને સુપરત કરાશે આવેદનપત્ર

સંસદ પરિસરમાં સંતોના થયેલા અપમાન અને સનાતન સંસ્કૃતિ પરના પ્રહારો સામે સનાતન સંત સમાજ – મોરબી જિલ્લા દ્વારા ભારે આક્રોશ સાથે વિરોધનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે. સંત સમાજના સન્માન અને સનાતન ધર્મના રક્ષણ માટે આગામી 5 ઓગસ્ટ, 2026 (બુધવાર) ના રોજ મોરબી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિરોધ કાર્યક્રમ અંતર્ગત સવારે 11:00 વાગ્યે સો ઓરડી સ્થિત પોસ્ટ ઓફિસથી કલેક્ટર કચેરી સુધી એક શાંતિપૂર્ણ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વિવિધ પંથકના સંતો-મહંતો અને હિંદુ સંગઠનોના આગેવાનો શિસ્તબદ્ધ રીતે જોડાયને પોતાનો વિરોધ નોંધાવશે.

“સંતોનું અપમાન નહીં સહે હિંદુસ્તાન” ના સૂત્ર સાથે સનાતન સંત સમાજ દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર હિંદુ સમાજ અને ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં આ શાંતિપૂર્ણ રેલીમાં જોડાઈને સંતોના સન્માનમાં ભાગીદાર બનવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular