HomeMorbiવાંકાનેરમાં બંધ મકાન બન્યું તસ્કરોનું નિશાન, રૂ. 1.71 લાખની રોકડ-દાગીનાની ચોરી

વાંકાનેરમાં બંધ મકાન બન્યું તસ્કરોનું નિશાન, રૂ. 1.71 લાખની રોકડ-દાગીનાની ચોરી

વાંકાનેરના જૂના વઘાસીયા ગામમાં બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.71 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતા ૫૦ વર્ષીય ફાતમબેન ઉસ્માનભાઈ માણસીયા એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે કોઇ પણ સમયે કોઈ ચોર ઈસમે ફરીયાદીના મકાનના ઓસરીના દરવાજાને મારેલ લોક તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા પ્રવેશી કબાટમાથી (૧) સોનાના ચેન નંગ-૦૨ ચગદા સાથે આશરે ૫૮ ગ્રામની કિ.રૂ-૨૪૩૬૦/- તથા (૨) સોનાનો કાપ નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામનો કિ.રૂ-૨૧૦૦/- (૩) સોનાની વીટી નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૪) સોનાના દાણા નંગ -૦૨ આશરે ૦૨ ગ્રામની કિ.રૂ-૮૪૦/- (૫) સોનાની કડી નંગ -૦૨ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૬) ચાંદીના સાકળા નંગ-૦૬ આશરે ૬૦૦ ગ્રામની કિ.રૂ-૪૫૦૦/- (૭) રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/-મળી કુલ-૧,૭૧૦૦૦/- રુપીયાના મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular