HomeMorbiવાંકાનેર સીટી પોલીસની સરાહનીય કામગીરી: રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને...

વાંકાનેર સીટી પોલીસની સરાહનીય કામગીરી: રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત, ચહેરા પર ફરી ખુશી

વાંકાનેર સીટી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ખોવાયેલા મોબાઇલ, સાયબર ફ્રોડમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ રૂ. 6.40 લાખથી વધુનો મુદ્દામાલ શોધી મૂળ અરજદારોને પરત સોંપી પોલીસની જનસેવાની પ્રતિબદ્ધતા સાબિત કરી.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ/રોકડ રકમ/સાયબર ફ્રોડમા ગયેલ રકમ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૧૯ જેટલા આશરે ૩,૫૧,૫૦૦/- ની કિંમતના મોબાઇલો તથા ભુલથી બદલાય ગયેલ મો.સા જેની કિ. રૂ.૩૦,૦૦૦/- તથા સાયબર ફ્રોડમા ગયેલ રોકડ રકમ રૂ. ૨,૫૯,૩૯૦/- કુલ રૂ.૪,૪૨,૫૦૦/- શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Most Popular