HomeMorbiહળવદ-માળીયામાં દારૂના જથ્થા પર બુલડોઝર: રૂ.3.08 કરોડનો વિદેશી દારૂ નાશ

હળવદ-માળીયામાં દારૂના જથ્થા પર બુલડોઝર: રૂ.3.08 કરોડનો વિદેશી દારૂ નાશ

હળવદ અને માળીયા પોલીસે કાર્યવાહી કરી કુલ 70,937 બોટલ/ટીન વિદેશી દારૂનો રૂ.3.08 કરોડથી વધુનો જથ્થો સરકારી મંજૂરી બાદ નાશ કર્યો.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલ દ્વારા જરૂરી મંજુરી મેળવી ઇંગ્લીશ દારૂનો જથ્થો સુખપર ગામની સીમ, ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઈને ત્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીને સાથે રાખી સરકારી પંચોની હાજરીમાં સને ૨૦૨૫-૨૬ ના વર્ષનો (૧) હળવદ પોલીસ સ્ટેશનના કુલ-૬૭ ગુનાનો વિદેશી દારૂની બોટલ/બીયર નંગ-૩૫૪૪૬ જેની કિ.રૂ ૧,૦૮,૯૮, ૨૬૬/- નો તેમજ (૨) માળીયા પોલીસ સ્ટેશનના કુલ-૨૨ ગુનાનો વિદેશી દારૂની બોટલ નંગ-૩૫૪૯૧ જેની કિ.રૂ ૧,૯૯,૮૯,૦૮૮/- મળી કુલ વિદેશી દારૂ બોટલ/ટીન નંગ ૭૦૯૩૭ જેની કિ.રૂ.૩,૦૮,૮૭,૩૫૪/- (ત્રણ કરોડ આઠ લાખ સત્યાસી હજાર ત્રણસો ચોપ્પન) નો પ્રોહીબીશન મુદામાલ ઇંગ્લીશ દારુ તોડીફોડી નાશ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular