HomeMorbiએક વર્ષથી પોલીસને ચકમો આપતો પશુ ક્રૂરતા કેસનો આરોપી આખરે ચોટીલા પાસેથી...

એક વર્ષથી પોલીસને ચકમો આપતો પશુ ક્રૂરતા કેસનો આરોપી આખરે ચોટીલા પાસેથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલા ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે ચોટીલા નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન બી -પાર્ટ ગુજરાત પશુ ક્રુરતા અધિ-૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (ડી) (ઇ) (એફ) (એસ) તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિ.-કલમ- ૫,૬,૮,૯,૧૦ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિજયભાઇ ઉર્ફે ગાંડો રઘાભાઇ સરાણીયા રહે.અલંકાર હોટલ પાછળ, વાંકાનેર વાળો હાલે મોટી મોલડી ગામે હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને મોટી મોલડી, હકાબાપાની તલાવડી પાસે, ઝુંપડામાં તા.ચોટીલા જી.સુ.નગર ખાતેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular