HomeMorbiહળવદના કડીયાણામાં ‘બોગસ ડોક્ટર’નો પર્દાફાશ! SOGના દરોડામાં દવા-ઇન્જેક્શન સહિત રૂ.45,682નો મુદ્દામાલ ઝડપાયો

હળવદના કડીયાણામાં ‘બોગસ ડોક્ટર’નો પર્દાફાશ! SOGના દરોડામાં દવા-ઇન્જેક્શન સહિત રૂ.45,682નો મુદ્દામાલ ઝડપાયો

મોરબી SOGને મળેલી બાતમીના આધારે કડીયાણા ગામમાં દરોડો પાડતા ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા નરેન્દ્રભાઈ કૈલા ઝડપાયા હતા. સ્થળ પરથી દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, હળવદ તાલુકાના કડીયાણા ગામે દવાખાનુ ચલાવતા એક ઇસમ નરેન્દ્રભાઇ જયંતિભાઇ કૈલા નામનો વ્યક્તિ ડીગ્રીવગર ડોકટરી પ્રેકટીસ કરતા હોવાનુ તથા દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર કરતા હોવાની બાતમી મળતા તુરત જ તબીબી અધિકારી PHC જુના દેવળીયાને બોલાવી સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી અલગ અલગ કંપનીની દવાઓ જેમા ટેબલેટ, સીરપ, ઇન્જેકશનો,બી.પી.ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેથોસ્કોપ, વિગેરે મળી કુલ કિ.રૂ.૪૪,૫૩૨/- તથા રોકડા રૂપીયા ૧૧૫૦/- વિગેરે મળી કુલ કિ.રૂ.૪૫,૬૮૨ રૂપિયાના મુદ્દામાલ સાથે મળી આવતા બી.એન.એસ. – ૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 30, ૩૩ મુજબની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular