HomeMorbiહળવદ પંથકમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ, યુવક સામે પોલીસ...

હળવદ પંથકમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ, યુવક સામે પોલીસ ફરિયાદ

હળવદ તાલુકામાં યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાનો આક્ષેપ થયો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી એક યુવતીએ આરોપી ગૌરાંગભાઈ હસમુખભાઈ બાવાજી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે દોસ્તી કરી ફરીયાદીને તેના ઘરે બોલાવી રાજકોટ મકાન લઇ ત્યા લગ્ન કરશે તેવી લાલચ આપી છેતરી ફરીયાદી સાથે શરીર સંબંધ બાંધી બાદમા લગ્ન કરવાની ના પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular