HomeMorbiહળવદના ચરાડવામાં ઉકરડાના કચરાને લઈ બોલાચાલી, ગેરેજ સંચાલક પર પાવડા વડે હુમલો
હળવદના ચરાડવામાં ઉકરડાના કચરાને લઈ બોલાચાલી, ગેરેજ સંચાલક પર પાવડા વડે હુમલો
હળવદ તાલુકાના ચરાડવા ગામે ગેરેજ નજીક ઉકરડાનો કચરો ફેલાવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. પાડોશમાં રહેતા શખ્સે ગેરેજ સંચાલક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ પાવડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા 34 વર્ષીય દશરથ ભાવસિંગભાઈ પઢીયારએ આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ રહે. ચરાડવા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીએ ફરીયાદીના મઢુલી ઓટો ગેરેજ નામની દુકાન પાસે ઉકરડો કરેલ હોય જે આરોપીએ ટ્રકટર લોડરથી ભરતા મહુલી ઓટો ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાયેલ હોય જે ભરવા બાબતે આરોપી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેના હાથમા રહેલ પાવડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.