HomeMorbiકાછિયાગાળા ગામ ખાતે બાળ આરોગ્ય સુધારણા અર્થે શાળા અને આંગણવાડીમાં આલ્બેન્ડાઝોલ (કૃમિનાશક)...

કાછિયાગાળા ગામ ખાતે બાળ આરોગ્ય સુધારણા અર્થે શાળા અને આંગણવાડીમાં આલ્બેન્ડાઝોલ (કૃમિનાશક) ગોળીઓનું વિતરણ કરાયું

આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને કૃમિ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાછિયાગાળા ની વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક આલ્બેન્ડાઝોલ (Albendazole) ગોળીઓનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડો.આરીફ શેરસીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ના મેડિકલ ઓફિસર ડો. સાયમા બાદી તથા MPHS કાળુભાઈ આંતરેસા, આયુષ્માન આરોગ્ય મંદિર કાછિયાગાળા ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) રાજભાઈ આર મકવાણા, મહિલા આરોગ્ય કાર્યકર (FHW)શ્રી વંદનાબેન એ સોલંકી , અને મલ્ટી પર્પઝ હેલ્થ આરોગ્ય કાર્યકર MPHW પ્રતિપાલસિંહ ડી પરમાર ની ટીમ દ્વારા આંગણવાડી વર્કરો અને શાળાના શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ: બાળકોમાં જોવા મળતી પાંડુરોગ (એનિમિયા), કુપોષણ અને શારીરિક તથા માનસિક વિકાસમાં અવરોધરૂપ કૃમિ સંક્રમણને અટકાવવાનો છે.

આરોગ્ય ટીમનો સંદેશ:

 “કૃમિથી મુક્તિ એ બાળકના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણમાં સુધારા તરફનું મહત્વનું પગલું છે. દરેક વાલીઓએ પોતાના બાળકોને સમયાંતરે કૃમિનાશક ગોળી અવશ્ય અપાવવી જોઈએ.”

આ પ્રસંગે સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા બાળકો અને વાલીઓને સ્વચ્છતા જાળવવા, હાથ ધોવાની ટેવ પાડવા અને ખુલ્લામાં શૌચ ન કરવા અંગે પણ જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular