HomeMorbiહળવદના કડીયાણામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ. 8,800 રોકડ જપ્ત

હળવદના કડીયાણામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ. 8,800 રોકડ જપ્ત

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેણાંક મકાન નજીક જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 8,800ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલજીભાઈ ડઢૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ડઢૈયા, વિજયભાઈ ધીરજભાઈ સારોલા, રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા, મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા રહે બધા કડીયાણા ગામ તા. હળવદ વાળાને રોકડ રૂપિયા 8,800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular