HomeMorbiમોરબી મહાનગરપાલિકા દ્વારા 11 ઓગષ્ટે મચ્છુ જળ હોનારત દિવસ નિમિત્તે સ્મૃતિ રેલીનું...

મોરબી મહાનગરપાલિકા દ્વારા 11 ઓગષ્ટે મચ્છુ જળ હોનારત દિવસ નિમિત્તે સ્મૃતિ રેલીનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ મચ્છુ જળ હોનારત દિવસ નિમિત્તે સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ રેલીનો પ્રારંભ બપોરે ૦૩:૧૫ કલાકે મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક મેઈન ઓફિસ ખાતેથી કરવામાં આવશે. આ રેલીનો રૂટ મોરબી મહાનગરપાલિકા ગાંધી ચોક મેઈન ઓફિસ → શાખ માર્કેટ → નગર દરવાજા → પરાબજાર મેઈન રોડ → ત્રિકોણ બાગ → મણીમંદિર → મણીમંદિર પટાંગણ સુધી રહેશે.

રેલી મણી મંદિર ખાતે પહોંચ્યા બાદ મણી મંદિર પટાંગણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.રેલીમાં જોડાનાર તમામ નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવે છે. નાગરિકોની સામૂહિક ઉપસ્થિતિ દ્વારા મોરબી એકસાથે મળી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિને નમન કરશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના તમામ મોરબી વાસીઓ ને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular