HomeMorbiમોરબીના નવલખી રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મહેફિલ, ત્રણ મહિલા સહિત...
મોરબીના નવલખી રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મહેફિલ, ત્રણ મહિલા સહિત 6 ઝડપાયા
મોરબી તાલુકાના નવલખી રોડ પર બ્રહ્મપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.7,930 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના નવલખી રોડ બ્રહ્મપુરી સોસાયટી શેરી નંબર 2 ના ના કે જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સો મયુરભાઈ વસંતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ભરતભાઈ દવે, કેતનભાઇ મનસુખભાઈ પંડ્યા, સોનલબેન અશ્વિનભાઈ ચાવડા, લાભબેન વસંતભાઈ ચાવડા, દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાવ રહે બધા બ્રહ્મપુરી સોસાયટી જપુર ગામ તા. મોરબી વાળાને રોકડ રૂપિયા 7930 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.