HomeMorbiમોરબીના સેનેટરી વેપારીને ‘ઇન્ડિયન આર્મી કેન્ટ’ના નામે રૂ.12.42 લાખનો સાયબર ચૂનો, ખોટા...

મોરબીના સેનેટરી વેપારીને ‘ઇન્ડિયન આર્મી કેન્ટ’ના નામે રૂ.12.42 લાખનો સાયબર ચૂનો, ખોટા પર્ચેઝ ઓર્ડરથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઈ

મોરબીના સેનેટરી વેપારીને ઇન્ડિયન આર્મી કેન્ટમાં માલ સપ્લાય કરવાના નામે સાયબર ગેંગે નિશાન બનાવ્યો. આર્મીના નામે વિશ્વાસ કેળવી અલગ-અલગ બેંક ખાતામાં તબક્કાવાર કુલ રૂ.12.42 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરતા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લખાધીરનગર (નવાગામ) ખાતે રહેતા અને સેનેટરી વેરનો વેપાર કરતા હર્ષ પ્રફુલ્લભાઈ બરાસરા એ આરોપી કૃણાલ ચૌધરી, કુલદીપસિંહ તથા અન્ય ચાર બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણ કરી આરોપીઓએ આર્મીમેનના ખોટા નામ ધારણ કરી ફરીયાદીની પેઢીના ફોન નંબર ઇન્ડીયા માટે નામની વેબસાઈટ ઉપરથી મેળવી ઇન્ડીયન આર્મી કેન્ટમાં વેન્ડર સીસ્ટમના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર આપી તેમાં અલગ રકમના ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂ.૧૨,૪૨,૧૮૪ ની ઠગાઈ કરી હોવાની ફરીયાદ‌ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular