HomeMorbiવાંકાનેરના ઠીકરીયાળામાં કિંમતી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દુકાનો ભાડે આપ્યાનો આક્ષેપ,...

વાંકાનેરના ઠીકરીયાળામાં કિંમતી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દુકાનો ભાડે આપ્યાનો આક્ષેપ, એક સામે લેન્ડ ગ્રેબિંગની FIR

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે સંયુક્ત માલિકીની કિંમતી જમીન પર ગેરકાયદે કબ્જો કરી પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી ભાડે આપ્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે જમીન માલિકની ફરિયાદના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મુંબઇ ખાતે રહેતા રશ્મિબેન વિશનજી ઠક્કર (ઉ.વ.૬૬) એ આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ રહે રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિની તથા સાથી સોનલબેન વીશનજી ઠક્કર રહે. મુંબઇવાળાની સંયુક્ત માલીકીની વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના સર્વે નંબર ૨૩ જમીન ઉપર આવેલ આઇ.ઓ.સી.એલ. પંપની બાજુ માં આવેલ ૭૬૨ .૩૬ ચો.મી. ખુલ્લી જમીન ઉપર ૧૯૬.૩૬ ચો.મી. જમીન ઉપર ગેર કાયદેસર રીતે પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવી જમીન ગેર કાયદેસર રીતે પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩.૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular