HomeMorbiવાંકાનેરમાં જાહેરમાં જુગારની બાજી પર પોલીસનો સપાટો: બે ઝડપાયા, ત્રણ ફરાર

વાંકાનેરમાં જાહેરમાં જુગારની બાજી પર પોલીસનો સપાટો: બે ઝડપાયા, ત્રણ ફરાર

વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી બે શખ્સોને રૂ.10,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ શક્તિપરા સ્કૂલ પાછળ ખૂલ્લી જગ્યામાં જાહેરમાં કુલ પાંચ ઇસમોમાથી બે ઈસમો રાયસીંગભાઈ દિનેશભાઈ બાભરીયા રહે. શક્તિપરા વાંકાનેર, આમીન મહેબુબભાઈ જેડા રહે. મીલ પ્લોટ વાંકાનેર વાળાને કુલ રૂપિયા ૧૦,૮૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ ઇસમો રસિદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા રહે. શક્તિપરા વાંકાનેર, સાહીલ હુશેનભાઈ પીપરવાડીયા રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર, જાનમામદ ઉર્ફે ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી રહે. શકિતપરા તા. વાંકાનેરવાળો નાસી છૂટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular