HomeMorbiમોરબીના ડો. હાર્દિક જેસવાણી N.I.M.A. ગુજરાત રાજ્યના સહમંત્રી બન્યા: મોરબી જિલ્લા માટે...
મોરબીના ડો. હાર્દિક જેસવાણી N.I.M.A. ગુજરાત રાજ્યના સહમંત્રી બન્યા: મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણ
મોરબી: મોરબીના જાણીતા ડો. હાર્દિક જેસવાણીની N.I.M.A. ગુજરાત રાજ્યના સહમંત્રી તરીકે નિમણૂક થતા મોરબી જિલ્લામાં ગૌરવ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે. તેમની નિમણૂક બદલ મિત્રવર્તુળ, સગા-સંબંધીઓ તથા શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ડો. હાર્દિક જેસવાણી હાલ N.I.M.A.ની સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ તેઓ N.I.M.A. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ મેમ્બર રહી ચૂક્યા છે અને N.I.M.A. મોરબી જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
તેમના પ્રમુખ તરીકેના ગૌરવશાળી કાર્યકાળ દરમિયાન મોરબી જિલ્લામાં 1,500થી વધુ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને સંગઠનાત્મક કામગીરીમાં તેમના યોગદાનને ધ્યાનમાં લેતા હવે ગુજરાત રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી મળવી એ મોરબી માટે ગૌરવની બાબત બની છે. ડો. હાર્દિક જેસવાણીની આ નવી જવાબદારીથી N.I.M.A.ની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની નિમણૂકને પગલે મોરબી જિલ્લામાં શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.