HomeMorbiરાજપરના ખેડૂતો માટે ખુશીના સમાચાર: 52લાખના ખર્ચે તળાવો જોડાશે, 5000 વીઘા જમીનને...

રાજપરના ખેડૂતો માટે ખુશીના સમાચાર: 52લાખના ખર્ચે તળાવો જોડાશે, 5000 વીઘા જમીનને મળશે સિંચાઈનો લાભ

મોરબી તાલુકાના રાજપર ગામના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજપરના ‘ઓધા તળાવ’ને ‘કંડક્ટર તળાવ’ સાથે જોડવાના મહત્વકાંક્ષી કામ માટે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી રૂ. ૫૨ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.

આ કામગીરી પૂર્ણ થતાં રાજપર ગામની આશરે ૫૦૦૦ વીઘા ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળવાની આશા છે. તળાવો જોડાવાથી ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધવાની સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવામાં પણ મદદ મળશે. પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતા ખેતી ઉત્પાદન અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

આ લોકઉપયોગી મંજૂરીથી રાજપર ગામના ખેડૂત સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગામના વતની અને મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તુલસીબેન કેતનભાઈ મારવણીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ મારવાણીયા, લીલાલહેર ગ્રુપ સહિત ગામના આગેવાનો અને ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ખેડૂતોએ પ્રજાલક્ષી નિર્ણય બદલ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે. લાંબા સમયથી પાણીની જરૂરિયાત અનુભવતા રાજપરના ખેડૂતો માટે આ યોજના સિંચાઈ ક્ષેત્રે નવી આશા બની છે.

RELATED ARTICLES

Most Popular