HomeMorbiમોરબીમાં શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમી પર કતલખાનાં બંધ, માંસ વેચાણ પર પ્રતિબંધ
મોરબીમાં શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમી પર કતલખાનાં બંધ, માંસ વેચાણ પર પ્રતિબંધ
મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીનુ જાહેરનામું
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર 2026ના શ્રાવણ માસના સોમવાર તેમજ તા. 4 સપ્ટેમ્બર 2026ના જન્માષ્ટમી પર્વ નિમિતે તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ દિવસોમાં માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી–IAS દ્વારા જાહેરનામું બહાર પાડી સંબંધિત તમામને તેનો ચુસ્ત અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત વેપારીઓ અને સંચાલકોને જાહેરનામાની ગંભીર નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.