HomeMorbiઘનશ્યામપુરમાં પોલીસનો દરોડો: પડેતર મકાનમાંથી 94 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

ઘનશ્યામપુરમાં પોલીસનો દરોડો: પડેતર મકાનમાંથી 94 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ. 13,160ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 94 બોટલ સાથે લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડની અટકાયત કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઘનશ્યામપુર ગામના લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડે પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા પડેતર મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખીને વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પીપરાવાળી શેરીમાં આવેલા પડેતર મકાનમાં અચાનક દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ,-૯૪ કિંમત રૂપિયા ૧૩૧૬૦ નાં મુદ્દામાલ આરોપી લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular