HomeMorbiજૂની અદાવતનો ખાર! રાજપર ચોકડી પાસે આધેડ પર પિતા-પુત્રનો પાઈપથી હુમલો
જૂની અદાવતનો ખાર! રાજપર ચોકડી પાસે આધેડ પર પિતા-પુત્રનો પાઈપથી હુમલો
મોરબીની રાજપર ચોકડી પાસે જૂની અદાવતને લઈ આધેડ સાથે પિતા-પુત્ર દ્વારા ઝઘડો કરી લોખંડના પાઈપ અને ઢીંકાપાટુ વડે માર માર્યાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા 39 વર્ષીય લાખાભાઈ વજાભાઈ કલોતરાએ આરોપી મેરુભાઈ જીવણભાઈ ખાંભલા તથા અજય મેરુભાઈ ખાંભલા રહે. બંને શનાળા પટેલ સમાજ વાડી પાસે મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી રાજપર ચોકડી ઉપર ઉભેલ હોઈ ત્યારે આરોપી મેરુભાઈએ ત્યા આવતા અગાઉ ફરીયાદિની ભત્રીજીને આરોપી અજય ભગાડી લઈ ગયેલ હોઇ જેનો ખાર રાખી ફરીયાદિને મા-બહેન સામી ભુડી ગાળો આપી ઢાકા પાટુનો મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદી સાથે ઝપા ઝપી કરી ઢીકા પાટુનો મુઢ માર મારી ગાળો આપી લોખંડના પાઇપ વડે ફરી, ને ડાબા પગમાં તથા વાસાના ભાગે માર મારી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.