HomeMorbiમોરબી શહેર ભાજપ સંગઠનમાં નવું માળખું જાહેર: ઉપપ્રમુખ અને મંત્રી પદે નવા...
મોરબી શહેર ભાજપ સંગઠનમાં નવું માળખું જાહેર: ઉપપ્રમુખ અને મંત્રી પદે નવા ચહેરાઓની નિમણૂંક
મોરબી: ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સંગઠનાત્મક કામગીરીને વધુ ગતિશીલ અને મજબૂત બનાવવાના હેતુથી મોરબી શહેર મંડળના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રભારી સાથે જરૂરી પરામર્શ અને વિચાર-વિમર્શ કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા દ્વારા આ નિમણૂંકોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
ઉપપ્રમુખ તરીકે ૩ અગ્રણીઓને જવાબદારી
મોરબી શહેર મંડળના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે ત્રણ અનુભવી અને સક્રિય આગેવાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રોહિતભાઈ ડાહ્યાભાઈ ડાભી, જલ્લાભાઈ જસ્સાભાઈ રાઠોડ અને જયવંતસિંહ હિમંતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આગેવાનો પક્ષની વિચારધારા અને સ્થાનિક કામગીરીને તળસપાટી સુધી પહોંચાડવા માટે કાર્યરત રહેશે.
મંત્રી તરીકે ૨ ક કાર્યકરોની વરણી:
આ ઉપરાંત, સંગઠનની દૈનિક કામગીરી અને સંકલન સુદ્રઢ બનાવવા માટે મંત્રી પદે બે કાર્યકરોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં નવીનકુમાર નટવરલાલ ભટ્ટ અને ખુશ્બૂબેન સાવનભાઈ વાઘેલાને મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.
સંગઠનમાં ઉત્સાહનો સંચાર:
નવા હોદ્દેદારોની વરણી થતાં જ મોરબી શહેર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના અગ્રણીઓએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને આ નવી ટીમ દ્વારા મોરબી શહેરમાં લોકકલ્યાણના કાર્યો તેમજ પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમો વધુ અસરકારક રીતે આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.