HomeMorbiબુટવડામાં તીનપત્તીનો ખેલ પડ્યો ભારે: રૂ.51,300ની રોકડ સાથે પાંચ જુગારી ઝડપાયા

બુટવડામાં તીનપત્તીનો ખેલ પડ્યો ભારે: રૂ.51,300ની રોકડ સાથે પાંચ જુગારી ઝડપાયા

હળવદ તાલુકાના બુટવડા ગામે નદી કાંઠે વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના બુટવાડા ગામે નદી કાંઠાની સિમમા શામજીભાઈ મોહનભાઈની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો શામજીભાઈ મોહનભાઈ લોદરીયા, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા, મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા, મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા, રહેલ ચારેય બુટવડા તથા તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી રહે. ગામ, શીવપુર, તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૫૧૩૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કવમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular