HomeMorbiમેઘાણીવાડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મેઘાણીવાડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મોરબી: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શનિવાર, 15 ઓગસ્ટ 2026ના રોજ શ્રી મેઘાણીવાડી પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

Most Popular