HomeMorbiહળવદ પોલીસને મડી મોટી સફળતા: 17 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પંચમહાલમાંથી ઝડપી...
હળવદ પોલીસને મડી મોટી સફળતા: 17 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પંચમહાલમાંથી ઝડપી પાડ્યો
હળવદના કેદારીયા-રણજીતગઢ સીમમાંથી લાખોની કિંમતના વીજ વાયરની ચોરીના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા તથા રણજીતગઢ ગામની સીમમાંથી થાંભલા ઉપર ફીટ કરેલ એલ્યુમીનીયમનો વિજ વાયરો-૫૮૫૦ મીટર લંબાઈ જેની કિ.રૂ ૧,૪૫,૬૬૬/- નો મુદામાલ ચોરી થયેલ જેમાં આરોપી નામે ચીમન છીતાભાઈ બારીયા રહે. ગામ ભોજપરા તા.ધોધંબા જી.પંચમહાલ વાળાનુ નામ ખુલવા પામેલ હોય અને આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે હળવદ પોલીસ સ્ટેશનનાના પોલીસ ઇન્સપેક્ટરએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફે પંચમહાલ જીલ્લા ખાતેથી છેલ્લા ૧૭ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે ચીમન ઉર્ફે ટીનાભાઈ છીતાભાઈ ઉર્ફે રયજીભાઈ બારીયા હાલ રહે ગામ વાવકુલી તા.ઘોઘંબા જી.પંચમહાલ મુળ રહે ગામ રૂપારેલ તા.ઘોઘંબા જી.પંચમહાલ તથા ગામ ભોજપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ વાળાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.