HomeMorbiમાળીયા ત્રણ રસ્તા પાસે નાણાંની લેતી-દેતીનો ખારઃ બે યુવકો પર છરી-ધોકા વડે...
માળીયા ત્રણ રસ્તા પાસે નાણાંની લેતી-દેતીનો ખારઃ બે યુવકો પર છરી-ધોકા વડે હુમલો
માળીયા ત્રણ રસ્તા નજીક નાણાંની લેતી-દેતીના જૂના મનદુઃખને લઈને ચાર શખ્સોએ બે યુવકોની મોટરસાઇકલ રોકી છરી અને ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આમરાપર ગામે રહેતા તૈયબભાઈ ગુલામભાઈ માણેકે આરોપી મોસીન ઉર્ફે ડીકો સંધવાણી (રહે. નવાગામ, માળીયા) છરી સાથે, હરધોળ (રહે. નવાગામ) ધોકા સાથે તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી મોસીનએ થોડા દીવસ પહેલા પૈસાની લેતી દેતી બાબતે સામન્ય બોલાચાલી થયેલ હોય જે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા જપી કરી છરી તેમજ વડે ઈજા કરી આરોપીઓએ ફરીયાદિને તથા સાથી સલીમને ધોકા વતી સાચળના ભાગે તથા હાથના ભાગે માર મારી ઈજા કરી તથા આરોપીઓએ ધોકા વતી ફરીયાદીને જમણા હાથે તથા પગના ભાગે તથા સલીમને સાથળના ભાગે તથા હાથના ભાગે માર મારી શરીરે મુઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.