HomeMorbiવાંકાનેરમાં ભિક્ષા માંગી 7-8 વર્ષથી ભેગા કરેલા રૂ.50 હજાર પર ચોરની નજર

વાંકાનેરમાં ભિક્ષા માંગી 7-8 વર્ષથી ભેગા કરેલા રૂ.50 હજાર પર ચોરની નજર

વાંકાનેરમાં માનવતાને શરમાવે તેવી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્થિર વૃદ્ધાએ વર્ષો સુધી ભિક્ષા માંગી ભેગા કરેલા રૂ.50 હજારની બંધ મકાનમાંથી ચોરી થતાં પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ખાતે રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણાએ કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પડોશી સાથી નિર્મળાબેનના મકાનના દરવાજાને મારેલ લોક તોડી મકાનમા પ્રવેશી નિર્મળાબેન નાઓએ સાત-આઠ વર્ષથી ભીખ માંગી ભેગા કરેલ આશરે રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular