HomeMorbiવાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, LCBના હાથે બે આરોપી ઝડપાયા
વાંકાનેર-ટંકારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, LCBના હાથે બે આરોપી ઝડપાયા
મોરબી LCBએ ગણતરીના દિવસોમાં વાંકાનેરના વઘાસીયા અને ટંકારા ટાઉનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ચોરીમાં વપરાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ. 5.42 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી અંગેની ફરિયાદો નોંધાઈ હતી.
જેથી મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડનો સ્ટાફ આ ગુનો શોધી કાઢવા સારૂ સી.સી.ટી.વી. ફુટુજ, ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોશીર્સ તથા ખાનગી બાતમીથી માહિતી મેળવવા પ્રયત્નશીલ હતા.
જે દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે રોડ પર વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે નંબર પ્લેટ વગરની નવી બજાજ પલ્સર મોટરસાઇકલ પર જઈ રહેલા બે શંકાસ્પદ ઇસમોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
તેઓને ચેક કરતા તેઓ બંન્ને પાસેથી બંન્ને ઘરફોડ ચોરીઓમાં ગયેલ મુદામાલ પૈકીના સોના/ચાંદીના દાગી/સીક્કા તથા રોકડ રકમ મળી આવતા તેઓ બંન્નેને વિશ્વાશમાં લઇ યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા આ બંન્ને ઘરફોડ ચોરીઓ તેઓ બંન્ને એ કરેલાની કબુલાત આપેલ અને ધરફોડ ચોરીઓમાં મેળવેલ તે આ મુદામાલ હોવાનુ જણાવતા કુલ કિંમત રૂપિયા ૫,૪૨,૦૦૦ ના મુદામાલ સાથે બંને આરોપી જયસીંઘ ઉર્ફે રાણા શેરાસીંધ બાવરી (ઉ.વ.૨૨) રહે. વડોદરા દંતેશ્વર, ચિંતનનગર તથા અર્જુનસીંઘ હીરાસીંઘ પટવાઇ સિકલીગર શીખ (ઉ.વ.૧૯), રહે.બાવળા કુમારશાળા પાછળ પઢારવાસ જી. અમદાવાદવાળાને પકડી અટક કરી ધોરણસરની કાર્યવાહિ અર્થે વાંકાનેર સીટી પો.સ્ટે.ને સોંપેલ છે. તેમજ ટંકારા પો.સ્ટે.ની ઘરફોડ ચોરીનો મુદામાલ ટંકારા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.